કચ્છ : વન્યપ્રાણી અભયારણ્યની જમીન પરથી મીઠાના ગેરકાયદે ધમધમતા કારખાનાઓ દૂર કરવા કલેકટર સમક્ષ રજૂઆત

Update: 2019-06-10 12:41 GMT

કચ્છના ભચાઉ તાલુકાના કડોલ ગામે વન્યપ્રાણી અભયારણ્યની જમીન પરથી મીઠાના ગેરકાયદે ધમધમતા કારખાનાઓ દૂર કરવા જિલ્લા પંચાયત સદસ્યએ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે.

ક્ચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શામજીભાઈ કરશનભાઇ ઢીલા (આહીર)અને વિસ્તારના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને કડોલ અભયારણ્યમાં મીઠાના કારખાનાઓ દૂર કરવા રજૂઆત કરી છે. ભચાઉ તાલુકાના કડોલ ગામની સીમ વન્ય પ્રાણીઓના અભયારણ્ય માટે રક્ષિત છે..તેમ છતાં અહીં ગેરકાયદેસર રીતે મીઠાના કારખાના ધમધમી રહ્યા છે..હાઇકોર્ટે પણ અહીંથી કારખાનાઓ હટાવી લેવા આદેશ કર્યો હોવા છતાં હુકમનો ઉલાળીયો થતો હોવાનો આક્ષેપ કરાયો છે.અભયારણની જમીનમાં દબાણો દૂર કરી વન્ય જીવો માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Similar News