કબીરવડ ખાતે 3 દિવસીય કબીરકુંભની પુર્ણાહુતી

Update: 2017-11-05 12:33 GMT

શ્રી સત્ય કબીર ધર્મ પ્રચારક મંડળ દ્વારા આયોજીત ત્રણ દિવસના શ્રી કબીરવડ સંત સમાગમ મેળાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સમાગમ મેળાને અંકલેશ્વરના કબીર મંદિરના મહંત શ્રી ગુરુચરણદાસજીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને કબીર પંથીઓ હાજર રહ્યા હતા.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="34973,34974,34975,34976,34977,34978,34979,34980"]

02 નવેમ્બર થી 05 નવેમ્બર દરમિયાન 95 મો કબીર સંત સમાગમ અને કબીર કુંભ સંત સમાગમ મેળામાં રોજ સત્સંગ, કબીરવાણી, ભજન તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કારતક સુદ પૂનમ શનિવારના રોજ આનંદ આરતી અને સાત્વિક યજ્ઞ યોજવામાં આવ્યો હતો. અંતિમ દિવસે 2 કીમી માં ફેલાયેલ વિશાલ વડની હજારો ભક્તો સાથે કબીર ધ્વજ સાથે પરિક્રમા કરવામાં આવી હતી. અને રાત્રી મહાઆરતી તેમજ સંતવાણી સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો 3 દિવસ સુધી ચાલેલ કબીરકુંભમાં 25000 થી વધુ ભક્તો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

 

Similar News