ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર પુનઃ મતદાન પ્રક્રિયા

Update: 2017-12-17 05:56 GMT

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકનાં ગુરુવારે યોજાયેલા મતદાન દરમિયાન કેટલાક બૂથ પર ટેકનિકલ ખામીનાં કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે 4 બેઠકનાં 6 બૂથ પર રવિવારે પુનઃમતદાનનો આદેશ કર્યો હતો.

જેના પરિણામે વડગામનાં છનિયાણા બૂથ નં 1 અને 2, વિરમગામના બૂથ નં 27, દસ્ક્રોઈ બેઠકના નવા નરોડા બૂથ, સાવલીના ન્હારા અને સાકરડા બૂથ ખાતે પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. મોકપોલ દરમિયાન EVMમાં પડેલા મત ડિલિટ ન થયા હોવાથી વિસનગર, બેચરાજી, મોડાસા, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સંખેડા બેઠકના 10 બૂથની મતગણતરીમાં EVMનાં રેકોર્ડનાં બદલે VVPATની સ્લીપો ગણવામાં આવશે.

 

ગુજરાત વિધાનસભાનાં પરિણામો સોમવારે જાહેર થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનું મળી સરેરાશ 68 ટકા વોટિંગ થયું હતું. મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી સરકાર બનતી હોવાનું જોવા મળી રહ્યું છે.

 

--

 

Tags:    

Similar News