ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે પી.પી.પાન્ડેયે પોતાના પદ પરથી સુપ્રીમ કોર્ટમાં પત્ર લખીને રાજીનામુ આપી દીધુ હતુ, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લેતા હવે રાજ્ય સરકારને આદેશનો અમલ કરવા જણાવ્યુ છે.
પી.પી.પાન્ડેયે સુપ્રીમ કોર્ટને પોતાનું પદ છોડવા માટેની ઈચ્છા દર્શાવી હતી.હવે તેઓના સ્થાને પદ કોણ સંભાળશે તેવી અટકળો શરુ થઇ છે, સુત્રો મુજબ રાજ્યના સિનિયર પોલીસ ઓફિસર ગીતા જોહરી અને પ્રમોદ કુમારનું નામ DGP તરીકે ચર્ચાય રહ્યુ છે.
પ્રમોદ કુમાર અગાઉ ઇન્ચાર્જ DGP તરીકેનું પદ સંભાળી ચુક્યા છે. તેથી તેમને જ DGP બનાવવા માં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.