જખૌ બંદરેથી ઈન્ડિયન નેવીએ,૧૦૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૧૩ પાકિસ્તાની ઝડપાયા

Update: 2019-05-21 11:26 GMT

કચ્છના જખૌ બંદર પરથી પાકિસ્તાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં જે ડ્રગ્સ ઝડપાયું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા ૧ હજાર કરોડ થવા જઇ રહી છે. પાકિસ્તાની બોટમાંથી ૧૯૪ પેકેટ ડ્રગ્સ ઝડપાયું છે.

કચ્છના જખૌ નજીક આજે વહેલી પરોઢે બોટ મારફતે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડાતું કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કૉસ્ટગાર્ડે જપ્ત કર્યું છે. કૉસ્ટગાર્ડે અલ મદિના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. બોટમાંથી છ પાકિસ્તાની અને સાત ભારતીય સહિત 13 જણાંની અટકાયત કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="95580,95581,95582"]

 

કૉસ્ટગાર્ડે આપેલી માહિતી મુજબ , બે દિવસ અગાઉ નેશનલ ટેકનિકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને DRI દ્વારા પાકિસ્તાનથી ફિશીંગ બોટમાં ભારતમાં ડ્રગ્સની દાણચોરી થવાની માહિતી અપાઈ હતી. જેથી કૉસ્ટગાર્ડે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક ફાસ્ટ એટેક પેટ્રોલ બોટ અને બે ઈન્ટરસેપ્ટર બોટ સર્ચ ઓપરેશનમાં તૈનાત કરી દીધી હતી. સર્ચ ઓપરેશનમાં કૉસ્ટગાર્ડે ડોર્નિયર પ્લેનને પણ જોડ્યું હતું. દરમિયાન આજે વહેલી પરોઢે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ મદિના બોટને આતરી તેમાં રહેલું કરોડોનું ડ્રગ્સ અને ખલાસીઓ ઝડપી લેવાયાં છે. હાલ ઝડપાયેલાં ડ્રગ્સની નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ સહિતની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ઝડપાયેલુ ડ્રગ્સ હેરોઇન હોવાની શક્યતા છે...ઝડપાયેલાં શખ્સોની પૂછપરછમાં ATS સહિતની વિવિધ એજન્સીઓ પરોવાઈ છે. સમગ્ર ઓપરેશન અંગે મોડી સાંજે વિધિવત્ માહિતી જાહેર કરાય તેવી શક્યતા છે. કૉસ્ટગાર્ડની ટીમને જોઈ બોટમાં સવાર શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં નાખવાનું શરૂ કરી દીધું હતું પરંતુ સતર્ક જવાનોએ તુરંત જ બોટ પર ધસી જઈ તેમાં સવાર ખલાસીઓને ઝડપી પાડ્યાં હતા. સમુદ્રમાં ફેંકી દેવાયેલાં સાત પેકેટ્સ પણ પરત કબ્જે કરાયાં છે.

કૉસ્ટગાર્ડે જણાવ્યું છે કે આ બોટ સંભવતઃ જખૌ અથવા ગુજરાતના અન્ય કોઈ સમુદ્રકાંઠે ડ્રગ્સની ડિલિવરી આપવાની હતી. જો કે, હાલ પૂછપરછ ચાલી રહી વધુ વિગતો જાહેર કરાઈ નથી.ઉલ્લેખનીય છે કે , અગાઉ પણ કચ્છના દરિયા કાંઠે પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાના કારનામાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.

Similar News