જલારામબાપાની આજે 219 મી જન્મ જયંતિ, વીરપુરમાં દિવાળી જેવો માહોલ 

Update: 2018-11-14 04:01 GMT

રાજ્ય અને દેશભરમાંથી ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું

સંત શિરોમણી જલારામબાપાની આજે 219 મી જન્મ જયંતિની ઠેર ઠેર ભારે શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બાપાની જન્મ જયંતિને લઈને વીરપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. ગઇકાલથીજ અહીં ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વીરપુર એક માત્ર એવું મંદિર છે જયા દાન નથી લેવામાં આવતું. અને છતાં પણ બારેમાસ અહીં અન્નક્ષેત્ર ચાલે છે. અને એટલે જ વીરપુર ધામ ભોજન અને ભક્તિનો સંગમ તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. આજે પણ 24 કલાક જલારામબાપાની પ્રેરણાથી ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. આજે રાજય ભારમાંથી વીરપુર બાપા ના દર્શને લોકો ઉમટી પડ્યા છે.

આજે સૌરાષ્ટ્રમાં ધામધૂમથી જલાબાપાની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવશે. વીરપુરમાં તો આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ટુકડો ત્યાં હરિ ધુકળો એવો જલારામ બાપાએ સમાજને મંત્ર આપ્યો હતો.

 

Tags:    

Similar News