જામનગર: જાંબુડા મંદિર નજીક થી મળેલા ચાર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત : ૨ ગંભીર

Update: 2019-02-01 06:46 GMT

જામનગર જિલ્લાને પક્ષી જગત માટે સ્વર્ગ માનવામાં આવે છે. અંહી ના રહેવાસીઓનો પક્ષી પ્રેમ અને ભૌગોલિક રચના દેશ વિદેશના યાયાવર પક્ષીઓને જામનગર ખેંચી લાવે છે .ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, નારારા ટાપુ, બેડી બંદર, રણમલ તળાવ, ને ઢીંચડા વિગેરે જગ્યા પર હજારો ની સંખ્યા માં પક્ષીઓ આવે છે અને લાંબો સમય વસવાટ કરે છે. ત્યારે બર્ડસિટી જામનગરમાં પક્ષીપ્રેમીઓને હચમચાવી મૂકે તેવી ઘટના બની છે. જેમાં એક કે બે નહીં એક સાથે ચાર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત નિપજ્યાં છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="82772,82773,82774,82775"]

જામનગર નજીક જાંબુડા માં મંદિર નજીક બીમાર હાલત માં છ રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવતા તાત્કાલિક જામનગરમાં કાર્યરત સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં જાણ કરવામાં આવી હતી. બર્ડ હોસ્પિટલના સેવાભાવી કાર્યકર્તાઓ તાત્કાલિક જાંબુડા પહોંચી બીમાર મોરને સારવાર માટે બર્ડ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં એક પછી એ એમ ચાર મોરના મોત નિપજ્યાં છે અને અન્ય બે મોર પણ ગંભીર હાલત માં સારવાર હેઠળ છે. બિમારીના પગલે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી વન વિભાગ પણ કામે લાગ્યું છે અને મોરના મોતનું કારણ જાણવા ખુદ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટિમ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દોડી ગઈ હતી.જયાં મૃતક મોરના મૃતદેહ ની ઝીણવટ ભરી તપાસ કરી બર્ડ હોસ્પિટલના સંચાલકો પાસેથી માહિતી મેળવાઈ હતી. તેમજ ફોરેસ્ટ વિભાગનીએ ટિમ રેન્જ ફોરેસ્ટર રવિન્દ્રભાઈ વૈષ્ણવ સાથે જાંબુડા સ્થળ પર પહોંચી સ્થળ પર રોજકામ કર્યું હતું.

સમગ્ર મામલે વન વિભાગના ડી.એ. ગોસાઇ અને ભરતસિંહના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા હાલ મૃતક મોર અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મોરના મોત થવા પાછળ કયું કારણ જવાબદાર છે? આ માટે મોરની લાશનું પોસ્ટમોર્ટમ કરી રાજકોટ એફ.એસ. એલ મોકલવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ મોરના મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ તો પ્રાથમિક તારણ મુજબ ખોરાકમાં ઝેરી અસરના કારણે મોરના મોત થયાનું જાણવા મળે છે.

Similar News