જીમમાં જવા માટે ખાસ ફેશન ટિપ્સ

Update: 2016-09-20 12:24 GMT

આજના વ્યસ્ત સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. ત્યારે જીમમાં પણ તમારે વ્યાયામને અનુકુળ ડ્રેસિંગ અપનાવવુ જોઇએ.

એક્સપર્ટ અનુસાર જીમમાં વ્યાયામને અનુરૂપ જૂતા પહેરવા જોઇએ, ફ્રેશ સોક્સ પહેરવા જોઇએ અને ધ્યાન રાખો કે તમારા કપડાં પરસેવાને શોષી લે તેવા હોવા જોઇએ.

મિન્ત્રા ફેશન સ્ટાઇલિસ્ટ સ્વાતિ દિગરે જીમમાં કેવો પોશાક પહેરવો જોઇએ તે અંગે કેટલીક મહત્વની ટિપ્સ આપી છે.

- જીમમાં પહેરવાના જૂતા પગને સરખી રીતે કવર કરે તેવા હોવા જોઇએ. તેમાં વધારે વજન ના હોવો જોઇએ મીન્સ કે પહેરીને સરળતાથી વર્કઆઉટ કરી શકીએ તેવા હોવા જોઇએ.

- જીમમાં પહેરવા માટે પરસેવો શોષી લે તેવી ટી-શર્ટ પહેરવી જોઇએ. જેથી, વ્યાયામ કરતી વખતે તમે પરસેવાથી રેબઝેબ ના દેખાઓ.

- તેની સાથે જ જીમમાં પહેરવાના શોર્ટસ પણ પરસેવો શોષી લે તેવા હોવા જોઇએ અને તે સાથે જ આરામદાયક પણ હોવા જોઇએ.

- તમારી પાસે અઠવાડિયાના અલગ-અલગ સાત જોડી શોક્સ હોવા જોઇએ. જે તમે રોજ અલગ-અલગ પહેરી શકો. તેના કારણે તે વધારે પડતા પરસેવાને શોષી લેશે અને રોજ ફ્રેશ મોજા પહેરવાથી તેમાંથી દુર્ગંધ પણ નહી આવે.

તો તમે પણ જીમમાં જવા અપનાવો આ ફેશન ટિપ્સ.

Similar News