દાદરીકાંડમાં અખલાકના પરિવાર સામે કેસ નોંધવા આદેશ

Update: 2016-07-14 14:54 GMT

બહુચર્ચિત દાદરીકાંડ મામલે સૂરજપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અખલાકના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. જેમાં અખલાકના પરિવારના 7 સભ્યો વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ અપાયો છે.

ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ગ્રામજનોએ એફઆઇઆરની માંગ કરી હતી. જેના સંદર્ભમાં બિસાહડાના સૂરજપાલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે પોલીસને આ મામલે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો છે.

આ કેસમાં અખલાક, તેમના ભાઇ જાન મોહમ્મદ, અખલાકની પત્ની ઇકરામન, તેમની માં અસગરી, પુત્રી શાઇસ્તા, પુત્ર દાનિશ, મોટી પુત્રી સોનીને આરોપી બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બર 2015ના રોજ ગૌહત્યાની બાતમી મળતા કેટલાક લોકોએ અખલાકને ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી હતી.

 

 

 

 

Similar News