દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ અને બે વર્ષથી રાયોટીંગ અને ધાડના ગુનામાં બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

Update: 2018-08-01 15:11 GMT

દાહોદ જિલ્લામાં ચોરી ઘરફોડ લૂંટફાટ સિરિયસ અનડિટેક્ટ ગુનેગારોઓને શોધી કાઢવા નવીન જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે આવતાની સાથે અસામાજિક પ્રવૃત્તિ આચનાર અને ફરાર વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા તંત્રને કામે લગાડતા આજે પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ને માહિતી મળી હતી કે ધાનપુર 2 વર્ષથી ફરાર અને ધાડનાં ગુનાનો ફરાર આરોપી નિલેશભાઈ નાગરભાઈ ભાભોર રહે મોટીમલુ અને ગરબાડા વિસ્તારનાં 5 વર્ષથી રાયોટિંગ નાં ગુનાનો તુલસીભાઈ રમણભાઈ ડામોર,રહેવાસી ગાંગરડાનો ફરાર આરોપી આજે પોતાના વતન આવનાર છે.

એવી બાતમી નાં આધરે આજે આ બંને આરોપી ને દાહોદ એલ.સી.બી પીએસઆઇ પી.બી.જાદવ ,પેરોલ ફ્રલો સ્કોર્ડ પીએસઆઇ એ એન સોલંકી અને પોલીસ જવાનો અને એસ આર પી જવાનો સાથે વોચ ગોઠવી ને ઝડપી પાડી ને જેલ ભેગા કરી દેતા જનતા ને ટૂંક સમયમાં હાશકારો મળ્યો છે

Similar News