દાહોદ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ કોલેજો કરાવી બંધ

Update: 2019-12-07 11:35 GMT

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદમાં તેમજ ઝાલોદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનાં આક્ષેપ સાથે જે વિદ્યાર્થીઓ

દેખાવ કરી રહ્યા છે તેના સમર્થનમાં NSUI પણ હવે મેદાને ઉતરી ગયું છે. NSUI દ્વારા સમગ્ર

રાજ્યની કોલેજોમાં આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધની અસર પણ અમુક અમુક  જિલ્લાઓમાં જોવા મળી હતી.

દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ

કોમર્સ તેમજ

ગુર્જર ભારતી કોલેજ અને ઝાલોદમાં પણ કોંગ્રેસ તેમજ NSUIના કાર્યકરોએ

કોલેજો બંધ કરાવી યુથ

કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસે NSUIના વિદ્યાર્થીઓએ દેખાવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં NSUI દ્વારા બંધનું એલાન આપી જે

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને જે વિદ્યાર્થીઓનું

ભાવિ અંધકારમય બની ગયું છે, તેના

સપોર્ટ માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું

Tags:    

Similar News