નર્મદા ડેમનાં બે દિવસ પાવરહાઉસ ધમધમતા 11600 મેગાવોટ વીજળીનું થયુ ઉત્પાદન

Update: 2017-05-29 07:17 GMT

કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના પાવર હાઉસને સતત બે દિવસ સુધી ચાલુ રાખવામાં આવતા 11600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.

ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને હવે કચ્છ સુધી નર્મદા નદીના પાણી પહોંચ્યા છે,સામાન્ય રીતે કાળઝાળ ગરમીની મોસમમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ઘટ રહેતી હોવાનું કહેવાય છે,પરંતુ વર્તમાન સમયમાં ડેમમાં હજુ પણ 1070 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનાં પાવરહાઉસ 2 દિવસ સતત ચાલુ રાખવામાં આવતા 11600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયુ હતુ.વીજળીના ઉત્પાદનથી ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોને ફાયદો થશે.

નર્મદા ડેમમાં હાલની પાણીની સપાટી 119.40 મીટર છે, અને ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે,આખા ગુજરાતની પાણીની માંગ પૂર્ણ કરવા છતાં ડેમ માત્ર 2.52 મીટર ખાલી થયો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

 

Similar News