નવસારીમાં જળબંબાકાર: NDRF ની ટિમ દ્વારા હાથ ધરાય્યું રેસ્ક્યુ

Update: 2019-08-05 09:33 GMT

ઉપરવાસનો વરસાદ અને નવસારી જિલ્લાનો વરસાદ પૂર્ણા નદીને પોતાની સપાટી ભયજનક કરતા પણ વધારીને 26.5 ફૂટ કરી નાખતા મામલો નીચાણવાળા વિસ્તારોને વિખેરી નખાયો છે. વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે 5000 લોકોનું સ્થળાંતર કર્યું હતું. જ્યારે આજે સવારે 5 મજૂર મીઠીલા નગરી તરફ ફસાયા હતા જેનું એન ડી આર એફ ની ટિમએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. સાથે સુરત અને નવસારીની જોડાતા રાજ્યધોરી માર્ગ પર પૂર્ણા ના પાણી ફરી વળતા માર્ગ બંધ તો બીજી તરફ નવસારી બરોડોલી નો માર્ગ ગુરુકુલ સુપા ગમે આવેલ પુલ ડૂબી જવાથી બંધ થયો છે.

નવસારી શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન ખોવાયું છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વહીવટી તંત્ર પણ આખી રાત ખડેપગે રહીને વરસાદની સ્થિતિ પર નજર અને નીચાણવાળા વિસ્તારોની મદદે પોહચ્યું છે. બીલીમોરા વિસ્તારમાં જે રેસ્કયુ ની એન ડી આર એફ ની ટિમ નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરીમાં સામેલ થઈ છે. લોકોને હાલાકીનો સામનો કરવા સાથે નુકશાની વેઠવાનો પણ વારો આવ્યો છે.

Similar News