પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદમાં કરશે મતદાન

Update: 2017-12-13 04:41 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાણીપ વિધાનસભાનાં મતક્ષેત્રમાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે. વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. આથી તેઓ મતદાન કરવા અમદાવાદ આવશે કે કેમ ? તેની લોકોમાં જિજ્ઞાાસા હતી. મોદી પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદમાં આવશે.

વડાપ્રધાન મોદી રાણીપની નિસાન વિદ્યાલય ખાતે મતદાન કરશે. જ્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે સવારમાં મતદાન કરશે. આજ રીતે કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાત માંથી રાજ્યસભા માટે સાંસદ તરીકે ચૂંટાયેલા અરૃણ જેટલી એસ.જી. હાઈવે પર આવેલી ચિમનભાઈ ઈન્સ્ટીટયુટ ખાતે મતદાન કરશે.

ભાજપ સરકારમાં માજી નાયબ વડાપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ શાહપુર હિન્દી શાળા નંબર 1 - 2ની મતદાર યાદીમાં છે. તેઓ પણ મતદાન કરવા 14મી ડિસેમ્બરે આવશે.

Tags:    

Similar News