પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતમાં સરહદ અંગે થઇ મહત્વ પૂર્ણ ચર્ચા

Update: 2017-09-05 12:11 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે બ્રિક્સ સંમેલન દરમિયાન મહત્વ પૂર્ણ ચર્ચા થઇ હતી.

બ્રિક્સ સંમેલનનાં ત્રીજા દિવસે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ, જેમાં ધણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે મોદી અને જિનપિંગ વચ્ચે એક કલાક કરતા પણ વધારે સમય સુધી વાતચીત થઈ હતી.

બંને નેતાઓ વચ્ચેએ પણ સહમતી બની કે હવે થી ડોકલામ જેવી સ્થતિનું નિર્માણ ન થાય. બોર્ડર પર એટલે કે સરહદે શાંતિ જાળવી રાખવા સહમતી બની હતી.

 

Similar News