પ્રાંતિજ : શિવ રેસીડન્સીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડયું પછી શું થયું , વાંચો આ સમાચાર

Update: 2019-12-02 16:41 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શિવ રેસીડેન્ટ સોસાયટીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. પ્રાંતિજના એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટીની પાછળના ભાગે આવેલ શિવ રેસીડેન્ટ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા સોસાયટીમાં શિયાળમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહયો છે. લાઇનનું રીપેરીંગ કરાવવા માટે નગરપાલિકા તથા નગરસેવકોને જાણ કરી છે પણ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાણીના ભરાવાને લઇને મચ્છર જન્ય રોગોનો ભય સતાવી રહ્યો છે. વધુમાં ત્રણ દિવસથી રોડની વચ્ચે ખોદકામ કરી દેવાતાં સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ થઇ જવાના કારણે લોકોને ભારે અગવડ પડી રહી છે.

Similar News