બનાસકાંઠા : અકસ્માત ઝોન ગણાતાં ત્રિશૂળીયા ઘાટ પર કરાયો હવન

Update: 2019-11-11 03:11 GMT

ત્રિશૂળીયા ઘાટાનું નામ આવતા જ અકસ્માતમાં હોમાયેલી

વ્યક્તિઓની ચિચિયારીઓ કાને અથડાય છે. બનાસકાંઠાના દાંતા

તાલુકામાં આવેલો અંબાજી જતાં ભયજનક વળાંક અને ઊંચાઈ પર આવેલા ત્રિશૂળીયા ઘાટા પર

છાછવારે અકસ્માત સર્જાતા હોય છે. હાલમાં જ લકઝરી પલ્ટી

મારી જતા મોટો ગમખ્વાર અકસ્માત  સર્જાયો હતો. જેમાં 22 લોકોનો જીવ ગયા હતા. એ

પહેલાં પણ અકસ્માતમાં એકજ ગામના 9 લોકોનો જિંદગીનો ભોગ લેવાઈ

ગયો છે.તેમજ નાના નાના ઘણાં અકસ્માતો રોજે રોજ અહીંયા સર્જાય છે.

ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ કંઈક આનો ઉકેલ લાવવા મથામણ

કરી રહી છે. ત્યારે

આજે અંબાજી ગાયત્રી પરિવાર દ્વારા અહીંયા હવન કરવામાં આવ્યો હતો. 100 થી વધુ ગાયત્રી પરીવારની

બહેનોએ એકસાથે મંત્રોચ્ચાર સાથે હવાનામાં આહુતિ આપી હતી. ભગવાન

પાસે પ્રાર્થના કરી ફરી કોઈ મોટી અકસ્માતની દુર્ઘટના ના થાય એવી પ્રાર્થના સાથે

મંત્રોનું ઉચ્ચારણ કરાયું હતું.

Similar News