બ્રાઝિલ : બ્રુમાડિન્હો શહેરની નજીક આવેલો ડેમ તૂટતાં 34થી વધુ લોકોના મોત,

Update: 2019-01-27 04:25 GMT

હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું.

ઝિલના દક્ષિણ પૂર્વીય રાજ્ય મેનસ જેરાઈસમાં બ્રુમાડિન્હો શહેરની નજીક આવેલો ડેમ તૂટતાં 34થી વધુ લોકોના મોત થયાં છે. જેમાં 300થી વધારે લોકો હજુ લાપતાં છે. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું છે. મેનસ જેરાઈસ રાજ્યના ગર્વનર રોમેઉ ઝેમાએ મિડીયા સાથે વાત કરતાં કહ્યું કે લાપતાં લોકોને જીવતાં શોધવાની આશા ઓછી છે. પરંતુ તંત્ર તેમનો પુરતો પ્રયત્ન કરી રહી છે.

બ્રાઝિલમાં આ ઘટના બની ત્યારે બપોરનો સમય હતો. ડેમની નજીક લોખંડની ખાણ છે. જેમાં કામ કરતા અનેક મજુરોના ડૂબી જવાથી મોત થયા છે. લોખંડની ખાણમાંથી નીકળતા ખનીજને પાણીથી સાફ કરવા માટે આ ડેમના પાણીનો ઉપયોગ થતો હતો. જ્યારે ઘટના બની ત્યારે મોટા ભાગના મજુરો ડેમથી નીચાણવાળા વિસ્તારમાં આવેલી કેન્ટીનમાં ભોજન લઈ રહ્યા હતા.

 

Similar News