ભરૂચ ACBએ ખેડુત પાસેથી રૂપિયા 50000ની લાંચ સ્વીકારવા જતા નાયબ ચીટનીશ અધિકારીની કરી ધરપકડ

Update: 2017-04-21 12:35 GMT

ભરૂચ જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ મહેસુલ વિભાગના અધિકારી ખેડુત પાસેથી જમીન એનએ કરવા માટે રૂપિયા 50000ની લાંચ સ્વીકરવા જતા ACB ના છટકામાં આબાદ ઝડપાય ગયા હતા.

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામ ખાતે રહેતા ખેડુતની જમીન એનએ કરવા માટે ભરૂચ જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ અધિકારી વસંત શંકરલાલ દોશીએ રૂપિયા 70000ની લાંચ માંગી હતી. જેમાં પ્રથમ 20000 ખેડુતે તેઓને ચુકવી દીધા હતા,અને બાકી 50000 કામ થયા બાદ આપવાનું નક્કી થયુ હતુ.

જે બાબત અંગે ખેડુતે ભરૂચ ACB ને જાણ કરવામાં આવતા લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા નાયબ ચીટનીશ અધિકરીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ,જેમાં તેઓ રૂપિયા 50000ની લાંચ સ્વીકરવા જતા રંગેહાથ ઝડપાય ગયા હતા.

ACB દ્વારા સમગ્ર ટ્રેપનું વિડીયો રેકોર્ડિંગ કરીને ફરિયાદ દર્જ કરવામાં આવી છે ,ACBની કાર્યવાહી થી લાંચિયા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

Similar News