ભરૂચ : વાગરા તા.પં.માં ભાજપે કેવી રીતે મેળવી હતી સત્તા, જુઓ ખુદ ભાજપના ધારાસભ્યની જુબાની

Update: 2021-02-24 15:45 GMT

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રચારસભા દરમિયાન ભાજપે વાગરા તાલુકા પંચાયતમાં કેવી રીતે સત્તા મેળવી હતી તેનું રહસ્ય ખોલી નાંખ્યું હતું. ભાજપના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

વાગરા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તે તાલુકા પંચાયતની સત્તા માટે ખૂટતી એક બેઠક માટે જદ્દોજહદ કરી જોડતોડ અને રૂપિયાથી તાલુકા પંચાયત મેળવી હોવાનો બફાટ કર્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સતત અરૂણસિંહ રાણા સભાઓ અને રેલીઓ દ્વારા ભાજપના ઉમેદવારોની જીત માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર સત્તા માટે સામ દામ દંડ ભેદ કરાતો હોવાના અવાર નવાર આક્ષેપો પર ભાજપના ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકા પંચાયતમાં સત્તા માટે ભાજપને એક બેઠક ખુટતી હતી જેનો પૈસાથી ખેલ પાડી દેવાયો હોવાનું ધારાસભ્યની વાત પરથી લાગી રહયું છે. ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં રવિવારના રોજ મતદાન થવા જઇ રહયું છે ત્યારે વાયરલ થયેલાં વિડીયોના કારણે ભાજપની છબી ખરડાય હોય તેમ લાગી રહયું છે.

Tags:    

Similar News