ભરૂચ શેરપુરા ચોકડી પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત

Update: 2018-01-18 13:33 GMT

ભરૂચની શેરપુરા ચોકડી પર દહેજ તરફ થી આવતી ટ્રકનાં ચાલકે મોપેડ પર સવાર ભાઈબહેનને અડફેટમાં લેતા યુવતીનું કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે તેણીનાં ભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચની શેરપુરા ચોકડી પર એક યુવતી મોપેડ પર પોતાના ભાઈને બેસાડીને પસાર થઇ રહી હતી, તે દરમિયાન દહેજ તરફ થી આવતી ટ્રકનાં ચાલકે મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં 19 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓનાં કારણે કરુણ મોત નિપજ્યુ હતુ. જ્યારે તેણીનાં ભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જોકે અકસ્માતનાં પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી ગઈ હતી. જેના કારણે લોકોએ ભરૂચ દહેજ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો.

Similar News