ભરૂચ : હાથરસની પીડિતાના ન્યાય માટે ભીમ આર્મી દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી

Update: 2020-10-01 16:20 GMT

ઉત્તર પ્રદેશના હાથરસમાં ખેતરમાં ચારો વીણવા માટે ગયેલી ૧૯ વર્ષિય દલીત યુવતિ ઉપર ગેંગરેપ કરી તે કોઈ ફરિયાદ ન કરી શકે તે માટે તેની જીભ કાપવા ઉપરાંત તેની કરોડરજ્જુ તોડી કરાયેલા હેવાનિયતભર્યા કાર્યએ સમગ્ર દેશમાં અરેરાટીનું વાતાવરણ ઉભું કર્યંુ છે. ઉત્તર પ્રદેશની સરકાર અને પિશાચી અને હેવાનિયત ભર્યંુ કાર્ય કરનાર નરાધમોને છાવરવાના પ્રયાસ કરતા તથા પિડીતાની લાશને તેના પરિવારને સોંપ્યા વિના બારોબાર સળગાવી રાખ કરી દેતાં પોલીસ અને ઉત્તર પ્રદેશની સરકાર સામે સમગ્ર દેશમાં લોકો ફીટકાર વરસાવી રહ્યા છે..જેને લઈ ભરૂચમાં ભીમ આર્મીએ કેન્ડલ માર્ચ કરી

હાથરસના બનાવે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો ઉભા કર્યા છે. દલિત સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સામુહિક બળાત્કાર તથા હત્યાનો ભોગ બનેલ યુવતિના આત્માની શાંતિ અને તેને ન્યાય મળે તે માટે લોકો ઠેર-ઠેર શ્રધ્ધાંજલિ કાર્યક્રમો કરી રહ્યા છે. ભરૂચમાં ભીમ આર્મીએ સંધ્યાકાળે કેન્ડલ માર્ચ કરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સામુહિક બળાત્કાર તથા હત્યાનો ભોગ બનેલ યુવતિના આત્માની શ્રધ્ધાંજલિ માટે પ્રાર્થના કરી હતી. સાથે પીડિતાને ન્યાય મળે તે માટેની માંગ પણ ઉઠાવી હતી.

Similar News