ભરૂચમાં આતંકી યાસીન ભટકલની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી

Update: 2017-04-04 08:17 GMT

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ અને સુરત બોમ્બ પ્લાન્ટિંગના આરોપી આતંકી યાસીન ભટકલને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આતંકી યાસીન ભટકલની સઘન પુછપરછ દરમિયાન વિગતો સપાટી પર આવી હતી, જેમાં વિસ્ફોટ સામગ્રીઓ પણ ભરૂચમાં લાવવામાં આવી હતી. વધુમાં સાજીદ મન્સુરી સિમી માટે સ્લીપર સેલ બનાવવાનું કામ કરતો હોવાની વિગતો પણ જાણવા મળી છે.

આ ઉપરાંત ભરૂચમાં સ્લીપર સેલની મદદ થી સાજીદ મન્સુરીને યાસીનના સબંધો થી લુકમાન પાર્ક માં ભાડે મકાન મળ્યુ હતુ. પોલીસ દ્વારા ભાડે મકાન આપનાર સામે પણ કલમ 188 મુજબ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.

સાજીદ મન્સુરીની અટક બાદ FSL તપાસ દરમિયાન યાસીને બતાવેલ મકાન માંથી વિસ્ફોટ સામગ્રીના કણ મળી આવ્યા હતા, તપાસ અર્થે અલ્ટ્રાવાયોલેટ રેઝ યંત્રની પણ મદદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આતંકી યાસીન ભટકલને ભરૂચના શેરપુરા ખાતે તપાસ અર્થે લાવવામાં આવ્યો છે, ત્યારે આતંકી ઘટનાઓ અંગે વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેમ સૂત્રો કહી રહ્યા છે.

Similar News