ભરૂચમાં રસ્તાની કામગીરી કરતાં ગટર લાઇન તૂટી, પીવાના પાણીની લાઈનમાં ભળે છે ગંદુ પાણી

Update: 2018-05-08 08:17 GMT

ભરૂચ જિલ્લા કલેકટર કચેરીની સામે આવેલી ઝવેર નગર સોસાયટીમાં કેટલાંય વર્ષો પછી નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. કામમા વિલંબ થવાની સાથે જેસીબી મશીન દ્વારા ખોદકામ દરમિયાન પાણી અને ગટરની પાઇપ લાઈનો તૂટી જતાં રસ્તાનું કામ સ્થાનિક રહીશો માટે માથાનો દુઃખાવો સાબિત થયું છે.

ઝવેરનગરનાં રહીશોના કહેવા પ્રમાણે આ રસ્તાનું કામ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે. જોકે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લામાં કરી હોવાથી કામ પાછળ ઠેલાયું હતું. જેના કારણે રસ્તાના ખોદકામ વખતે તૂટેલી ગટર લાઇનમાંથી નીકળતું ગંદુ પાણી પીવાના પાણીની લાઈમાં ભળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોની હાલત દયનીય બની છે. માથુ ફાડી નાંખે દેવી દુર્ગંધ વચ્ચે દિવસો પસાર કરતાં લોકોને પીવાનું દુષિત પાણી મળતાં ભર ઉનાળે પાણીની પારાવાર મુશ્કેલીનો સામોન કરવાનો વખત આવ્યો છે.

ઝવેરનગરના સ્થાનિક રહીશો દ્વાર નગરપાલિકાને વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં પાલિકાના કોઈ પદાધિકારીઓ આ સમસ્યાને ધ્યાને લેતા નથી. તેથી જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવું પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

 

Similar News