મધ્યપ્રદેશમાં આજે મોદી-શાહ અને રાહુલ ગજવશે સભાઓ

Update: 2018-11-16 04:57 GMT

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શુક્રવારે રેલીઓનો દિવસ છે. આજે ત્યાં સુપર ફ્રાઇડે સાબિત થાય તેવી આશા છે. બીજેપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટમી બિગુલ ફૂંકવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ આજે અલગ અલગ શહેરોમાં રેલીઓ કરશે.

પીએમ મોદી શુક્રવારે પોતાની પહેલી રેલી છત્તીસગઢના બીકાપુરમાં કરશે. ત્યારબાદ તે મધ્યપ્રદેશના ગ્વાલિયર અને શહડોલમાં રેલીઓને સંબોધિત કરશે. જ્યારે, અમિત શાહ મધ્યપ્રદેશના બુંદેલખંડમાં ચૂંટણી બિગૂલ ફૂંકશે. તેના સિવાય શાહ સાગરમાં ચૂંટણી બેઠકમાં પણ ભાગ લેશે, જ્યારે રાહુલ ગાંધી રેલીની શરૂઆત સાગરથી કરશે.પીએમ મોદી પોતાના મધ્યપ્રદેશના પાંચ દિવસનો પ્રવાસ શુક્રવારથી શરૂ કરી રહ્યા છે. તે પહેલી રેલી શહડોલ અને ત્યારબાદ ગ્વાલિયરમાં જનસભા કરશે. જૈતપુર વિધાનસભા વિસ્તારના લાલપુરમાં તેમની સભા છે. ત્યારબાદ પીએમ રવિવારે છિંદવાડા અને ઈન્દૌરમાં સભા ગજવશે. જ્યારે ૨૦ નવેમ્બરે ઝાબુઆ અને ૪.૦૫ વાગે રીવામાં, ૨૪ નવેમ્બપે મંદસૌર અને છતરપુરમાં જ્યારે ૨૫ નવેમ્બરે વિદિશા અને જબલપુરમાં જનસભા કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શુક્રવારે મધ્યપ્રદેશમાં રહેશે. રાહુ સાગરના દેવરી વિધાનસભા વિસ્તારથી પોતાની શરૂઆત કરી રહ્યા છે. રાહુલ ગાંધી બપોરે 1 કોંગ્રેસ ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય હર્ષ યાદવની સાથે રેલી કરશે. ત્યારબાદ રાહુલ સિવની જિલ્લાના બરઘાટ વિધાનસભા વિસ્તારમાં રેલી કરશે. ત્યારબાદ રાહુલ મંડલામાં રેલી કરશે. જ્યારે અમિત શાહ સતત બીજા દિવસે પણ રાજ્યમાં રહેશે. તે બુંદેલખંડના ટીકમગઢ અને સાગરમાં સભાને સંબોધિત કરશે.

 

Similar News