મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો

Update: 2017-06-24 06:09 GMT

આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની તારીખ 24મી જુન ઈંગ્લેન્ડમાં પ્રાંરભ થવા જઈ રહ્યો છે, મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળની ભારતની મહિલા ટીમ સહિત વિશ્વની ટોચની નવ ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે જંગ જામશે, આજથી વર્લ્ડ કપનો ઉદ્દઘાટક મુકાબલો ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે દર્બીશાયરમાં રમાવાનો છે,કુલ મળીને વીસ લાખ ડોલરની ઇનામી રકમ ધરાવતી આ મહિલા ક્રિકેટની એલિટ ઇવેન્ટમાં ભારતને સૌપ્રથમ વખત ચેમ્પિયન બનવાની આશા છે.

અત્યાર સુધીમાં ૧૦ વર્લ્ડ કપમાં ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ વર્ષ ૨૦૦૫ના વર્લ્ડ કપમાં નોંધાયો હતો, ત્યારે ભારતની મહિલા ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી,જ્યાં તેમને ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

Tags:    

Similar News