મોડાસા રૂરલ પોલીસે લકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ સાથે વિજાપુરના બુટલેગર ઝડપાયો

Update: 2019-06-16 07:23 GMT

ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા ગુજરાતનાના બુટલેગરો રાજસ્થાન,હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં વિદેશી દારૂના ઠેકાઓ ચલાવનાર અને બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. પણ અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા રાજસ્થાન સીમા પર બાજ નજર લગાવીને બેઠી છે, જેના પરિણામે બુટલેગરો પોલિસના સકંજામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂ ઘુસડવા માટે અવનવા કીમિયાઓ અપનાવી રહ્યા છે, પણ પોલિસ તમામ પર પાણી ફેરવતી હોય તેવું લાગી રહ્યું છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="99042,99043,99044,99045"]

ફોર્ચ્યુનર કારનો ઉપયોગ રાજકીય અગ્રણીઓ, તબીબો તેમજ મોટા ધંધાર્થીઓ ઉપયોગમાં લેતા હોયો છે, ત્યારે આવી જ એક ફોર્ચ્યુનર કારમાંથી પોલિસે વિદેશા દારૂ સાથે વિજાપુરના બુટલેગરને પકડી પાડ્યો છે. વિજાપુરના જુના સંઘપુરના સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ નામના બુટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાખવા રાજસ્થાન માંથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જો કે બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીક થી ૩૦ હજારના વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

મોડાસા રૂરલ પોલીસે હિંમતનગર-શામળાજી હાઈવે પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરતા રૂરલ પીએસઆઈ શર્માને બાતમી મળતા બાતમી આધારિત શામળાજી તરફથી આવતી ફોર્ચ્યુનર કાર (ગાડી.નં-GJ 09 BE 0769 ) ને અટકાવી હતી. કારમાં તપાસ કરતાં તેમાંથી ક્વાંટરીયા-બિયર નંગ-૨૬૪ કિંમત.રૂ.30,000/- નો વિદેશી દારૂ જપ્ત કરી સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ (રહે,જુના સંઘપુર,મહેસાણા) ની ધરપકડ કરી છે. પોલિસે આરોપી પાસેથી મોબાઈલ તેમજ કાર જપ્ત કરીને કુલ 10,34,500નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News