રાજકોટ આરોગ્ય વિભાગે 500 કિલો થી પણ વધુ બગડેલા ફ્રુટનાં જથ્થાનો કર્યો નાશ

Update: 2018-01-24 11:17 GMT

રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ સતત લોકોનાં સ્વાસ્થ્યને લઈ ચિંતનશિલ બન્યુ છે. ત્યારે મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે બુધવારની વહેલી સવાર થી યુનિવર્સિટી રોડ પર આવેલ ફ્રુટ સેન્ટરો પર ચેકિંગ હાથ ધર્યુ હતુ.

અંદાજીત 22 થી 25 જેટલા ફ્રુટ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે માંથી મોટા ભાગનાં વિક્રેતાઓ પાસે ફૂડ લાઈસન્સ ન હોવાનું પણ સામે આવ્યુ હતુ. તો સાથો સાથ 500 કિલો થી પણ વધુ બગડેલા ફ્રુટ કબ્જે કરી તેનો ઘટના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અને ફૂટ વિક્રેતાઓને આરોગ્ય વિભાગે નોટિસ પણ ફટકારી હતી.

Similar News