રાજકોટ : રેન્જ આઈજી સંદિપ સિંઘની ટીમે બીજા દિવસે પણ લાખોની રકમનો વિદેશ દારૂ પકડી પાડયો

Update: 2019-01-31 17:21 GMT

આઈપીએસ સંદિપ સિંઘની નિમણુંક જ્યારથી રાજકોટ રેન્જના આઈજી તરીકે આવ્યા છે. ત્યારથી બુટલેગરોમા એક ખૌફ બેસી ગયો છે. સંદિપ સિંઘ દ્વારા રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ તેમની તાબા હેઠળ આવતા તમામ જિલ્લાઓના પોલીસવડાને ગેરપ્રવૃતિથી દુર રહેવાની સુચના આપી હતી. તો સાથે જે તે જિલ્લામા થતી ગેરપ્રવૃતિઓ નાબુદ કરવા પણ સુચના આપવામા આવી હતી.

છેલ્લા બે દિવસમા રાજકોટ આર.આર.સેલ દ્વારા 1.20 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. આજરોજ રેન્જ આઈજીની ટીમ દ્વારા જામનગરના હાપા નજીક મારુતી શોરૂમની પાછળ આવેલ ઓઈલ કંપનીના ગોડાઉનમા દરોડો પાડી અંદાજે 1100 પેટી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામા આવ્યો હતો. અંદાજીત કિમંત 49 લાખ રૂપિયાનો દારૂ જથ્થો કબ્જે કર્યો હતો. આ દારૂ સહિત પોલીસે મિલટ્રી કલરની આઈસર ટ્રક, યુટીલીટી જીપ, સ્વિફટ કાર, બુલેટ અને એકટીવા પણ કબ્જે કરી હતી. આ ગુનામાં ચાર લોકોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આર.આર.સેલ દ્વારા ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરવામા આવ્યો હતો.

Similar News