રાજકોટની બે વર્ષની ત્રિશા કળશ માટે બની સંજીવની

Update: 2016-09-08 13:53 GMT

રાજકોટની માત્ર બે વર્ષની કુમળી વયે એક અકસ્માતમાં જિંદગી ને અલવિદા કહ્યા બાદ પણ તેણીના ઓર્ગન નું દાન કરીને આ બાળકી અન્ય દીકરી માટે જીવનદાતા બની છે.

રાજકોટ માં રહેતા ગોસલીયા પરિવારમાં પાપાપગલી ભરતી અને કાલીઘેલી બોલી થી સૌના હૃદયની લાડકી દીકરી ત્રિશા.જેના કલરવ થી આખો પરિવાર એક ઉપવન સમાન ખીલી ઉઠયો હતો.જે પરિવારની સવાર અને સાંજ એક દીકરી ના લાગણી ભર્યા હેત માં પસાર થતી હતી ત્યાંજ પરિવાર ની આખુશી ની જાણે કુદરતને પણ ઈર્ષા થતી હોય તેમ ત્રિશા ને પરિવારથી છીનવી લીધી હતી.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે રાજકોટવાસી ઓ જન્માષ્ટમી ની હર્ષભેર ઉજવણી કરી રહ્યા હતા ત્યાંજ ગોસલીયા પરિવાર માં ત્રિશા ને લઈને ચિંતાના વાદળો ઘેરાયા હતા.ત્રિશા રમતા રમતા મકાન ના બીજા માળે થી જમીન પર પટકાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારજનો તેને સારવાર અર્થે રાજકોટની ગોકુલ હોસ્પિટલ માં લઇ ગયા હતા.પરંતુ જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી માસુમ ત્રિશાએ હંમેશ માટે આ દુનિયાને અલવિદા કરી દીધું હતુ.

જ્યાં ગોસલીયા પરિવારના ઉપવનમાં એક ફૂલ ખીલી રહ્યુ હતુ ત્યાંજ આ કુમળુ ફુલ કરમાય જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો પરંતુ આ દુઃખની ઘડીમાં પણ દીકરીના અંગદાન કરવાનો એક સાહસિક નિર્ણય પરિવારે કર્યો હતો.

હોસ્પિટલના તબીબીઓ દ્વારા ત્રિશા ના પરિવારજનો ને અંગદાન અંગેનો મહિમા સમજાવ્યો હતો અને જેને સહજ રીતે સ્વીકારીને પરિવારે દીકરીના અંગદાન કરવાનો નિર્ણય લીધી હતો.અને અમદાવાદ થી એક ખાશ તબીબો ની ટીમ રાજકોટ આવી હતી અને ત્રિશા ની બંને કિડની તેમજ બંને ચક્ષુઓ નું દાન કરવામાં આવ્યુ હતુ.અને બંને કિડની અમદવાદ ની 7 વર્ષની કળશ ચૌહાણ માં પ્રત્યાપર્ણ કરવામાં આવી અને તેને નવજીવન મળતા ત્રિશાના પરિવારજનો માં દુઃખની ઘડી અન્યો માટે પ્રેરણા રૂપ બની ગઈ છે.

ગુજરાતમાં અગાઉ સુરતમાં અંગદાન ના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે માત્ર બે વર્ષની માસુમ દીકરીના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.રાજકોટનો ગોસલીયા પરિવારે નું આ સાહસ સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યુ છે.

 

Similar News