રાજકોટમાં ઉઘરાણી મામલે વેપારીના અપહરણની ઘટનામાં બે આરોપી ઝડપાયા

Update: 2017-05-25 07:54 GMT

રાજકોટમાં રૂપિયા 60000ની પઠાણી ઉઘરાણી મામલે વેપારીનું અપહરણ કરી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જોકે આ ઘટનામાં પોલીસે વેપારીને મુક્ત કરાવી અપહરણ કરનાર બે શખ્સઓની ધરપકડ કરી હતી.

રાજકોટના જામનગર રોડ પર સત્યમ પાર્કમાં રહેતા રમેશભાઈ ઝઘડા પોતાના ઘરે હતા,ત્યારે રસિકભાઈ ઉધાડ ઘરે આવ્યા હતા,અને ઉછીના લીધેલા રૂપિયા 60000 મામલે અતુલભાઈને કામ છે તેમ કહી ઘરેથી લઇ ગયા હતા.ત્યારબાદ રમેશભાઈને પેડક રોડ પર આવેલ જે બી જવેલર્સમાં લઇ જવામાં આવ્યા હતા , જ્યાં પહેલાથી હાજર અતુલભાઈ હાપલિયાએ રૂપિયા 60000ની માંગણી કરી હતી.અને રમેશભાઈએ પૈસા ન હોવાનું કહેતા અતુલભાઈએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે અપહરણ અંગે રમેશભાઈએ તેમની પત્નીને ફોન કર્યો હતો અને જે બી જવેલર્સમાં ગોંધી રાખ્યાની જાણ કરી હતી. જેથી રમેશભાઈની પત્નીએ પોલીસને જાણ કરી હતી , અને વીજળીક ગતિએ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને રમેશભાઈને છોડાવ્યા હતા.પોલીસે અતુલ હાપલિયા અને રસિક ઉધાડ પાસેથી 1 પિસ્તોલ અને 2 જીવતા કારતુસ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી

 

Similar News