રાજકોટમાં ટાઇમર બોમ્બ મુકવાના મામલે માતા તેના પુત્ર સહિત ત્રણની પોલીસે કરી ધરપકડ

Update: 2017-03-23 11:38 GMT

રાજકોટ ખોડિયાર પરામાં ટાઇમર બોમ્બ મુકવાના મામલે પોલીસે માતા તેના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી, રંજન ઉર્ફે અંજુનું મકાનનો કબ્જો નીતિન બાવાજીએ લઇ લેતા તેણીના પ્રેમી દિનેશે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો.

તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં વ્યાસ પરિવારના ઘરની બહાર ટાઇમર બોમ્બ મુકવામાં આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોર્ડની મદદ લઈને બોમ્બને ડિઝયુફ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે પોલીસે સૌ પ્રથમ તો જેમના ઘર પાસે આ બોમ્બ મળી આવ્યો હતો. તેના સભ્યોની કોલ ડિટેઈલ કઢાવી તપાસ હાથ ધરી. પોલીસે આજુબાજુના રહેણાંકોની તપાસ કરતા પગેરૂ દિનેશ પટેલ નામક વ્યક્તિ સુધી પહોંચ્યુ. પોલીસે દિનેશ પટેલની તપાસ શરુ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન બોમ્બમાં વપરાયેલ બેટરીના નંબર પરથી ખ્યાલ આવ્યો કે આ બેટરી મોરબીમાં થી ખરીદવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે બેટરી વેચનાર પાસે તપાસ હાથ ધરતા બેટરી દિનેશ પટેલ નામની વ્યક્તિએ ખરીદી હોવાનુ ખુલ્યુ હતુ.

વધુમાં પોલીસે દિનેશ પટેલના મોરબી સ્થિત ઘરની તપાસ હાથ ધરી હતી.ત્યાંથી તેની પ્રેમિકા અંજુ તેમજ તેના પુત્રની પુછપરછ હાથ ધરી હતી.તો પુછપરછ બાદ અંજુનો પુત્ર જે રેડિમેઈડની દુકાન ચલાવતો હતો તે દુકાન બહાર લટકી રહેલ બલ્બમાં લીલા કલરનો વાયર મળી આવ્યો હતો. જે વાયર બોમ્બમાં વપરાયેલ વાયર સાથે મેચ ખાતો હતો. આમ, પોલીસને આ માતા પુત્ર ની પણ ઘટનામાં સંડોવણી હોવાની આશંકા પ્રબળ બની હતી.

પોલીસની સઘન તપાસમાં પ્રવિણ નામના શખ્સનુ નામ ખુલ્યુ હતુ. પોલીસે પ્રવિણની પુછપરછ કરતા તેને ગુનાની કબુલાત કરી હતી. તો સાથો સાથ દિનેશ સાથે કમળાપુરમાંથી એક્સપ્લોઝિવ ખરીદ્યાનુ પણ કબુલ્યુ છે.

રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનર દિપક ભટ્ટે જણાવ્યુ હતુ કે, ટાઇમર બોમ્બ પ્લાન્ટ કરવાના ગુનામાં અંજુ તેના પુત્ર સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે તેનો પ્રેમી અને મુખ્યસુત્ર ધાર દિનેશ હજી ફરાર હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

 

Similar News