રાજ્યના ૧૪૫ સેન્ટર પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે : જયેશ રાદડીયા

Update: 2019-10-31 11:59 GMT

લાભ પાંચમના શુભ દિવસથી સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આવતી કાલે લાભપાંચમના દિવસથી રાજ્યના 145 સેન્ટરો પરથી સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે.

રાજ્યના

અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આવતી કાલથી શરૂ થનાર મગફળીની ખરીદી અંગે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી

દેવામાં આવી છે. પ્રથમ દિવસે જે ખેડૂતોની મગફળી ખરીદ કરવાની છે, તે તમામને SMS દ્વારા જાણ કરવામાં આવી છે. ઉપરાંત કોઈને પણ મુશ્કેલી ન પડે તે માટે ખાસ

તૈયારી કરવામાં આવી છે. તો સાથે જરૂર જણાયે વધુ સેન્ટરો પણ ખોલવા પડે તો તે અંગે પણ સૂચના આપવામાં આવી

હોવાનું જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે ખેડૂતોની મગફળી

પલડી ગઇ છે, ત્યારે એક તરફ ખેડૂતો ચિંતામાં

મુકાયા છે, તો બીજી તરફ તેમની ચિંતા દૂર

કરવા મંત્રી દ્વારા માત્ર આશ્વાસન ભર્યું નિવેદન આપી જણાવ્યું હતું.

Tags:    

Similar News