વડોદરા : દિલ્હીની ઘટનાના પડયાં પડઘા, વકીલોએ બોલાવી રામધુનની રમઝટ

Update: 2019-11-07 12:23 GMT

દિલ્હી તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે

પાર્કિંગ મુદ્દે હિંસક અથડામણ થઇ હતી. દિલ્હીના વકીલોના સમર્થનમાં બરોડા બાર

એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ 

રામધૂન કરી તથા ઘંટનાદ કરી સરકારને જગાડવાનો પ્રયાસ

કર્યો હતો. 

 દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગ મુદ્દે વકીલો અને પોલીસ વચ્ચે હિંસક

અથડામણ થઇ હતી. જેમાં પોલીસ દ્વારા વકીલો ઉપર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

જેનો બરોડા બાર વકીલ એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે.  દિલ્હીના વકીલોના

સમર્થનમાં ન્યાય મંદિર કોર્ટના સેન્ટ્રલ ગેટ પાસે રામધૂન કરવામાં આવી હતી. આ સાથે

ઘંટનાદ કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હી તીસ હજારી કોર્ટની

ઘટનાને પગલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતાં. વડોદરા બાર એસોસીએશનના

પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, દિલ્હીના વકીલો ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા

દમન સામે સરકાર દ્વારા પોલીસ ઉપર વહેલી તકે કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી

દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

Tags:    

Similar News