વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઈ-વેના નિર્માણ પર આવ્યો સ્ટે, જાણો કોણે મુક્યો સ્ટે

Update: 2016-11-08 07:59 GMT

વડોદરા - મુંબઈના એક્સપ્રેસ હાઇ-વેના નિર્માણ કાર્ય સામે ખેડૂતોએ વન અને પર્યાવરણ મંત્રાલયની મંજુરીનો મુદ્દો ઉઠાવતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હંગામી ધોરણે આ હાઇવે પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા વડોદરાને સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત બાદ અમદાવાથી વડોદરાના એક્સપ્રેસ હાઈવેને માયા નગરી મુંબઈ સુધી લંબાવાના કામને મંજૂરી અપાઈ હતી જેમાં માર્ગના ખેડૂતોની ખેતી લાયક જમીનને સંપાદન કરી લેવાની હતી આ બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યા છતાં સરકાર દ્વારા 2014માં મંજૂરી અપાઈ હતી.

મુંબઈથી વડોદરા સુધીનો આશરે 268 કિમી લાંબો અને 120 મીટર પહોળો એક્સપ્રેસ હાઇવે બનાવવા માટે અંદાજે 35000 હેકટરથી વધુ ખેતીલાયક જમીન કામમાં લેવાશે જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લાના અનેક ખેડૂતોને આની અસર થશે. સરકારની એક સોગંદનામા પ્રમાણે આ કામથી લગભગ 30,000 જેટલા વૃક્ષો કપાશે પરંતુ વાસ્તવમાં 7 લાખથી વધુ વૃક્ષોનું નિકંદન કઢાશે તેવું લાગી રહ્યું છે આની સાથે સાથે ખેતીની જમીન અને અન્ય કુદરતી સંપત્તિને પણ ભારે નુખસાન પહોંચતું હોવાથી ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કોર્ટમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને કોર્ટે ગંભીરતા દાખવીને નેશનલ હાઇવે ઓથોરિટીને તા. 29 નવેમ્બર 2016 સુધી તમામ કામગીરી રોકી દેવાનો આદેશ આપ્યો છે.

હવે જોવાનું એ રહ્યું કે આગામી 29 નવેમ્બર 2016ના રોજ કોર્ટ આ એક્સપ્રેસ હાઈવેની કામગીરીને ખેડૂતો અને પર્યાવરણ બાબતે રદ કરશે કે પછી યથાવત રાખશે.

 

Similar News