વલસાડ: જીટીયુ ટેબલ ટેનિસ સ્પર્ધામાં એસ.વી.આઈ.ટી.નો દબદબો

Update: 2019-10-25 11:16 GMT

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVIT) વાસદ દ્વારા તાજેતરમાં જીટીયુ આંતરકોલેજ ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં જયેશ ભાલાવાલા (સીનીયર કોચ એસ.એ.જી., બરોડા) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર ડો. આકાશ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના સંચાલક વિકાશ અગ્રવાલ દ્વારા મુખ્ય મહેમાનો નું પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું. એસ વી આઈ ટી ના આચાર્ય ડો. એસ ડી ટોલીવાલ દ્વારા તુલસીના છોડ દ્વારા મુખ્ય મહેમાન નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય મહાનુભાવોનું સ્વાગત કોલેજની સ્પોર્ટ્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન જયેશ ભાલાવાલા એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં ખેલાડીઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેલાડીઓ માટે ની વિવિધ યોજનાઓ વિશે જાણકારી હતી અને તેનો લાભ લેવા માટે જણાવ્યું હતું અને સ્પર્ધામાં ખેલદિલી થી રમી સારું પ્રદર્શન કરી વિજેતા થવા માટેની શુભેચ્છા પાઠવી હતી.

આ સ્પર્ધામાં જીટીયુ સાથે સંલગ્ન ગુજરાતની ૨૫ થી પણ વધુ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.ભાઈઓની સ્પર્ધામાં એસ.વી. આઇ.ટી.ના ભાઈઓએ આઇ.ટી.એમ યુનિવર્સ (ITM universe) ને ૩-૦ થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. જ્યારે બહેનો ની સ્પર્ધામાં એ. ડી. આઈ. ટી.(ADIT) ની ટીમે ૩-૨ થી એસ.વી.આઇ.ટી.ને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. આમ જીટીયુની ટેબલ ટેનિસ સ્પર્ધા, ભાઈઓમાં એસ.વી.આઈ.ટી. ચેમ્પિયન અને બહેનોમાં રનર્સઅપ રહી હતી.

સ્પર્ધાની અંતે એસ.વી. આઈ.ટી.ના ઉપપ્રમુખ દિપકભાઈ પટેલ અને આચાર્ય ડો.એસ.ડી.ટોલીવાલ ના વરદ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમના ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન એસ.વી.આઈ.ટી.ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.

Similar News