સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં થયો રૂ.2.89 નો વધારો

Update: 2018-09-30 16:37 GMT

સબસિડીવાળા ગેસ સિલિન્ડરની રૂપિયા 2.89 કિંમતનો વધારો

સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં 59 રૂપિયાનો વધારો

સરકાર દ્રારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની રૂપિયા 2.89 કિંમતનો વધારો કરવામાં આવ્યો છે સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 502.4 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.જયારે સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં 59 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે,વધેલી કિંમત રવિવાર આજ રોજ મધરાતથી જ અમલી બનશે,

દિલ્હીમાં સબસીડી વગરના સિલિન્ડરની કિંમત 820 રૂપિયાથી વધીને 879 રૂપિયા અને સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 499.51 રૂપિયાની વધીને 502.4 રૂપિયા પર પહોંચ્યો છે.ઓક્ટોબરમાં ગ્રાહકોના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસીડી જમા કરાવવામાં આવશે,

ઇન્ડિયન ઓયલે એકે નિવેદનમાં જણાવ્યું કે આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારો અને વિદેશી કરન્સી એક્સચેન્જ રેટમાં ઉતાર ચઢાવના કારણે સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે

 

Similar News