સારીંગ: હજરત પરદેશી પીર બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન

Update: 2019-03-26 11:00 GMT

સારીંગ ગામની સીમમાં આવેલી હજરત પરદેશી પીર બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

પાલેજ નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના સારીંગ ગામની સીમમાં આવેલી હજરત પરદેશી પીર બાવાની દરગાહ પર અકીદતમંદોની હાજરી વચ્ચે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે પરંપરાગત રીતે હજરત પરદેશી પીર બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંચાલકો દ્વારા ખુબ જ ઉલ્લાસભેર કોમી એક્તાના સંદેશ સાથે સંપન્ન કરાય છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="88852,88853,88854"]

આ પ્રસંગે હજરત કાદરી બાવા, હજરત બુખારી બાવા તેમજ હજરત શેહજાદ આલમ બાવાની ઉપસ્થિતિમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી. દરગાહ શરીફ પર ફુલ ચાદરો તેમજ ગિલાફ ચડાવાયા હતા. ત્યારબાદ સલાતો સલામ તથા દુઆ સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દરગાહ શરીફના સંકુલમાં આયોજકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરાઇ હતી. સંદલ શરીફની વિધિમાં સાંસરોદ ગામ સહિત આસપાસ ગામોના હિંદુ - મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી કોમી એક્તાના દિપને પ્રકાશિત કર્યો હતો.

Similar News