સુરત: ચુંટણી દરમ્યાન ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓએ આજે કર્યું મતદાન

Update: 2019-04-15 09:13 GMT

  • પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉમટ્યા
  • સુરત શહેરના ૨૪૭૬ પોલીસ દ્વારા મતદાન
  • મતદાન કરવામાં પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, જીઆરડી, એસઆરપીઅને હોમગાર્ડ પણ સામેલ

લોકસભાની ચુંટણી નજીક છે ગુજરાતમાં ૨૩ તારીખે મતદાન છે. ત્યારે ચુંટણી દરમ્યાન ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓએ આજે મતદાન કર્યું હતું.

લોકસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા પોલીસકર્મીઓ આજે મતદાન કરી રહ્યા છે. અઠવાલાઈન્સ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉમટ્યા છે. સુરત શહેરના ૨૪૭૬ પોલીસ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, જીઆરડી, એસઆરપીઅને હોમગાર્ડ પણ સામેલ છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ આજે પોતાનો મતઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

 

Similar News