સુરત: “નમો અગેઇન”ની ડિઝાઇનર કુર્તિઓએ જમાવ્યું આકર્ષણ

Update: 2019-02-12 10:21 GMT

સુરતમાં લગ્ન કંકોત્રી, કાપડના બિલ ઉપર મોદી અગેન અને પીએમ મોદીને વોટ આપવાની અપીલ ને હજુ લોકો ભૂલ્યા નથી કે બજારમાં નમો અગેન વાળી ડિઝાઈનર કુરતીઓએ ધૂમ મચાવી છે. ખાસ નમો અગેનની ડિઝાઈનર કુરતીઓનું મહિલાઓ માં વધુ ચલણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી પીએમ મોદીના ચાહકો માટે નમો અગેન ટીશર્ટ જોવા મળી રહ્યા હતા કે જે ખાસ પુરુષો માટે મળતા હતા. પણ હવે શહેરના બુટિકમાં ખાસ મહિલાઓની ડિઝાઈનર કુરતીની ડિમાન્ડ વધી ગઈ છે અને આ ડિમાન્ડ છે 'નમો અગેન' એમ્બ્રોઇડરી લખાણવાળી કુર્તીઓની.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક બ્યુટીક મા ખાસ ડિઝાઇનર કુરતીઓ ની ડિમાન્ડ વધી ગઈ છે. અને આ ખાસ કુર્તિઓ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે આ ખાસ કુર્તિઓ કોઈ પ્રખ્યાત ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવી નથી અને ના કોઈ આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવી છે. આ કુરતીઓ પ્યોર કોટન અને ખાદી માંથી તૈયાર કરવામાં આવી છે. અને તેની ખાસિયત છે કે તેની ઉપર એમ્બ્રોઇડરી કરી 'નમો અગેન' લખવામાં આવ્યું છે.. આ કુરતી ઓ ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે અત્યાર સુધી બજારમાં નમો અગેનના ટીશર્ટ, કેપ જોવા મળી રહ્યા હતા. પરંતુ મોદી સમર્થક મહિલા ઓ માટે આવી કોઇ વસ્તુ ન હતી જેથી સુરતના ફેશન ડિઝાઈનરે અનોખો પ્રયોગ કર્યો છે. અને આ પ્રયોગ સફળ થયો છે. આજે મોટી સંખ્યામાં પીએમ મોદીના મહિલા ચાહકો આ ખાસ નમો અગેન ની ડિઝાઇનર કુરતી ઓ પસંદ કરી રહી છે.

જુદી જુદી ડિઝાઇન અને ખાસ કરીને પીએમ મોદીનો ખાદી પ્રત્યેના પ્રેમ જોઈ તૈયાર કરાયેલા આ કુર્તી મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે.નમો અગેન કુરતી ખરીદનાર એકતાએ જણાવ્યું હતું કે, દેશના દરેક તબકાની મહિલાઓ ભલે તે ગામડાની હોય કે દેશની રક્ષા માટે બોર્ડર પર હોય તેઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના લાભકારી છે અને તેઓ સતત મહિલા સશક્તિકરણ માટે પ્રયત્ન કરતા આવ્યા છે. તેમની બેટી બચાવ બેટી પઢાઓ યોજના, ઉજ્વલા યોજના મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે. જેને કારણે મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ચાહક રહી છે. અને તેઓને મત આપતી આવી છે .જો મહિલાઓના સશક્તિકરણ માટે વડાપ્રધાન આટલું ધ્યાન રાખતા હોય તો તેઓમાટે આ કુરતીની ખરીદી કરી પીએમ નો પ્રચાર કરવામાં તેઓને કોઇ પણ પરેશાની નથી.

આ ડિઝાઇનર કુરતી તૈયાર કરનાર સોનલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી ગરમીના મહિનામાં આવે છે અને તે સમયે ખૂબ જ ગરમી હશે અને આ પીક ટાઈમ માં મહિલાઓ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેમ્પેનિંગ માં શામેલ થઇ શકે તેને ધ્યાનમાં રાખી ખાદી અને કોટનમાં ડિઝાઇનર કુરતી ઓ તૈયાર કરવામાં આવી છે. જેની ઉપર એમ્બ્રોઇડરી કરી નમો અગેન લખવામાં આવ્યું છે. કલ્પના ના હતી કે આ લોકોને ખૂબ જ પસંદ આવશે ખાસ કરીને મહિલાઓ વચ્ચે આ ખૂબ જ ફેમસ થઈ ગઈ છે.

Tags:    

Similar News