સુરત : વેસુના બિલ્ડર પાસે છોટા રાજન ગેંગે માંગી 10 લાખની ખંડણી

Update: 2019-09-27 16:33 GMT

સુરતમાં એક બિલ્ડરને છોટા રાજન ગેંગના બે સાગરિતોએ 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

છોટારાજન ગેંગના સાગરિત ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં 25મી તારીખે બપોરે ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતા કેદ થઈ ગયા છે. બિલ્ડરે શા માટે રૂપિયા આપવાના એવુ પૂછતાં ખંડણીખોરે જણાવ્યું કે તારે રૂપિયા આપવા પડશે, નહિ આપે તો તને મારી નાખીશ એવી ધમકી આપી હતી.આ ઘટનાને પગલે વેસુમાં રહેતા બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે અન્ડર વર્લ્ડ સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર પંજાબી અને કુખ્યાત અનિલ કાઠી સહિત પાંચથી સાત સામે ગુનો નોંધ્યો છે. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે. સુરતના બિલ્ડરને અંડરવર્લ્ડ તરફથી મળેલી ધમકી બાદ બિલ્ડર લોબીમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

 

Similar News