સુરત: સ્ટાફ સિલેકશનની પરીક્ષામાં અવ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

Update: 2019-08-02 12:25 GMT

સુરતના ઉન વિસ્તારમાં સ્ટાફ સિલેકશનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આધારકાર્ડ માન્ય ન ગણી ૬૦ જેટલા લોકોને પરીક્ષા ન આપવા દેવામાં આવતા રોષે ભરાયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

સચિનના ઉન પ્લેટીનિયમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આયોજિત સ્ટાફ સિલેક્શનની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ અવ્યવસ્થાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ફોટો આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડને માન્ય ન ગણાતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. આજે શુક્રવારે સુરતમાં આ પરીક્ષા આપવા રાજસ્થાન, યુપી અને દક્ષિણ ગુજરાતના અનેક ગામડાઓમાંથી ભારે વરસાદમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. આવી બીજી અનેક સરકારી નોકરીઓ માટેની પરીક્ષામાં આધાર કાર્ડ માન્ય રખાતો હોવા છતા આ સેન્ટરના જવાબદાર અધિકારીઓએ 60થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશથી વંચિત રાખી ભવિષ્ય સાથે છેડછાડ કરી હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં પરીક્ષા આપવા આવ્યા હતા પરંતુ આખરે તેઓને પરીક્ષાથી વંચિત રાખતા તેઓ રોષે ભરાયા હતા.

Similar News