સુરતઃ હજીરાની ક્રિભકો ગુડ્સ ટ્રેનને ઉથલી પાડવાની ઘટના ટળી

Update: 2018-08-24 14:54 GMT

ઈચ્છાપોર પોલીસે રેલ કલીપની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન

સુરતની હજીરાના ક્રિભકો રેલવે લાઈનના 6 પોલ વચ્ચેના 139 કિલપની ચોરી થઈ હતી. રેલવે સ્ટાફે સમય સૂચકતા વાપરી આ ટ્રેક પરથી પસાર થતી ગુડ્સ ટ્રેનને અટકાવી સમારકામ કરી ગુડ્સ ટ્રેન ઉથલી પાડવાની ઘટના ટાળી હતી. આ ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી રેલ કિલપ ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના હજીરા વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં માલનું આવનજાવન માટે ગુડ્સ ટ્રેનની જરૂર પડે છે. હજીરાના ક્રિભકો લાઈન પરથી 6 પોલ વચ્ચેથી 139 રેલ કિલપની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ બનાવના પગલે ટ્રેક પર લગાવેલ રેલ કિલપની ચોરી થતા ગુડ્સ ટ્રેનને ઉથલી પાડવાનું ષડયંત્ર હતું પરંતુ રેલવે સ્ટાફ દ્વારા આ ઘટનાની જાણ થતા તેમણે તે જગ્યા પર પર સમારકામ કર્યા પછી ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી. આમ ઈચ્છાપોર પોલીસે રેલ કલીપની ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Tags:    

Similar News