સુરતમાં મહિલાના પેટમાંથી નીકળી 4 કિલોની ગાંઠ

Update: 2016-08-30 11:16 GMT

સુરતના ભટાર વિસ્તારની એક હોસ્પિટલમાં તબીબોએ બે કલાકનું ઓપરેશન હાથ ધરીને મહિલાના પેટમાંથી ચાર કિલો વજનની ગર્ભાશયની ગાંઠ કાઢી હતી.

છેલ્લા ત્રણેક મહિનાથી પેટ અને પેશાબના દુખાવાથી પીડાતી હેન્ડીકેપ્ડ મહિલાને તબીબી તપાસ માટે ભટારની હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

જ્યાં તબીબોએ પરિક્ષણ કરતા 42 વર્ષિય મહિલાના પેટમાં ચાર કિલોની યુટ્રોસ ફાઇબ્રોડની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ હતુ. તબીબોએ મહિલાને વહેલી તકે ગાંઠને પેટમાંથી દૂર કરવાની સલાહ આપી હતી.

છેવટે તબીબો દ્વારા 2 કલાકનું સફળ ઓપરેશન હાથ ધરીને 4 કિલોની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. આ અંગે ઓપરેશન કરનાર તબીબો ડૉ.મનિષ એન.શાહ અને ડૉ.જયેશ કોઠારીએ જણાવ્યું હતું કે આ પ્રકારનું જટીલ ઓપરેશન કરવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો. જૂજ કેસમાં જોવા મળતી ગાંઠનું સફળ ઓપરેશન થતા હવે મહિલાને રાહત છે.

Similar News