સુરેન્દ્રનગર : વાંચો કયાં સમાજે લીધો સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીનો સંકલ્પ

Update: 2019-11-21 16:22 GMT

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ ,ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા,પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા સહીતના મહેમાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ દ્વારા સમાજ એક બને તેમજ સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેમજ આજના યુવાનો વ્યસનનો ત્યાગ કરે અમે દીકરો દીકરી એક સમાન માટે દીકરીને સન્માન આપવાની વાત પણ કરી હતી. સમુહ લગ્નમાં હાજર રહેલાં સાધુ અને સંતોએ ઉપસ્થિતોને પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતાના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતાં. સાધુ અને સંતોની હાકલને વધાવી લઇને રબારી સમાજે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો.

Similar News