સૌરાષ્ટ્રમાં મેઘમહેર, મોરબીના અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા

Update: 2017-07-01 08:42 GMT

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબી જિલ્લામાં 10 ઈંચ વરસાદ પડયો હતો.

મોરબી જીલ્લાના ટંકારા ગામે મોડી રાત્રે શરૂ થયેલ વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયાની સ્થિતિ સર્જાવા પામી છે. નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. ટંકારામાં જાણે આભ ફાટયુ હોઈ તેવી પરિસ્થિતિ સર્જાય છે. ટંકારા પાસે આવેલ ખાખરા ગામે નદીના પુરમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ તણાયાના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
ભારે વરસાદના પગલે કલેકટર દ્વારા તંત્રને સજ્જ રહેવાના આદેશ કરાયા છે. કોઈ પણ પ્રકારની કુદરતી આફત સર્જાય તો તેને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમને સજ્જ રહેવાના આદેશ કરાયા છે.

Similar News