સ્પોટર્સ ડેના દિવસથી Fit India Movement અભિયાનનો પ્રારંભ

Update: 2019-08-29 09:46 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Fit India Movementની શરૂઆત કરાવી છે. સ્કુલ, કોલેજ, જિલ્લા દરેક સ્તર પર આ મૂવમેન્ટને મિશનની જેમ ચલાવવામાં આવે તેવી જાહેરાત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સ્પોર્ટ્સ દિવસે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી છે. આ અભિયાનનું ઉદ્ધાટન કરતાં તેમણે કહ્યું છે કે, સ્વસ્થ દેશ બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં હોકીના જાદુગર મળ્યા હતા. હું તેમને નમન કરુ છું.

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેલ્ધી ઈન્ડિયાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્પોર્ટ્સ મંત્રાલય અને યુવા વિભાગને અભિનંદન આપુ છું. જે પ્રમાણે તેઓ પર્ફોમ કરી રહ્યા છે તે જોઈને લાગતું નથી કે મારે ફિટનેસ વિશે ભાષણ આપવાની જરૂર છે. બોડિ ફીટ તો માઈન્ડ હિટ. ફિટનેસ માટે ઈન્વેસ્ટમેન્ટ ઝીરો થાય છે પરંતુ તેમાં રિર્ટન ૧૦૦% છે.ફિટ ઈન્ડિયાના આ કેમ્પેનમાં બિઝનસ, ફિલ્મ અને સ્પોર્ટ્સ સહિત અનેક સેલેબ્સ સામેલ થશે. મોદીએ તાજેતરમાં જ 'મન કી બાત'માં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યું, ફિટનેસ એક જન આંદોલન બનવું જોઈએ. બેડમિન્ટન, કુશ્તી સહિત દરેક સ્પોર્ટ્સમાં આપણાં ખેલાડીઓ આપણને એક નવી આશા આપી રહ્યા છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનો સંદેશો છે. સ્પોર્ટ્સ પ્રતિ સારું માહોલ બનાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા તેનો લાભ મળતો દેખાઈ રહ્યો છે.ફિટનેસ એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરિયાત છે. આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ ફિટનેસ પર ભાર આપવામાં આવ્યું છે. આ આપણા જીવનનો હિસ્સો જ છે. આપમાં પૂર્વજોએ કહ્યું છે કે, વ્યાયામથી જ સ્વાસ્થય, લાંબુ આયુષ્ય અને સુખ મળે છે. સ્વસ્થ રહેવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. હવે સાંભળવા મળે છે કે, સ્વાર્થ પણ દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેથી સ્વાર્થથી સ્વસ્થના ભાવનું કાર્ય જરૂરી થઈ ગયું છે.

Similar News