અમરેલી તાલુકાના કાઠમા ગામમાં અંધશ્રદ્ધાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે અને મુળ રાજકોટ જિલ્લાના અને જૂનાગઢના બાવા છીએ કેમ કહી એક ખેડૂત ને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી કેવી રીતે કરી છેતરપિંડી આવો જોઈએ આ રિપોર્ટમાં.
અમરેલી તાલુકાના કાઠમા ગામ ની ઘટના છે તારીખ 15 માર્ચ ના રોજ બપોરના સમયે જાદવભાઈ નામના ખેડૂત પોતાની વાડીએ હતા ત્યારે ૪ શખ્સો તેમની વાડીએ આવી અને ચા પાણી પીવાનું કહેતા ખેડૂતે તેમને ચા પાણી પીવડાવવા અને તેમનો મોબાઈલ નંબર લઈ ફોનમાં તેના પર મોટું સંકટ આવવાનું છે તેવી વાત કરી તેમને ડરાવવામાં આવ્યા.. તારે ૨૧ તોલા સોનાનો હવન કરવો પડશે ન કરીશ તો તારો પુત્ર મૃત્યુ પામશે આથી જાદવ ભાઈ સોલંકી નામના ખેડૂત ગભરાઈ ગયા અને તેમની માયાવી જાળમાં આવી ૨૧ તોલાના રૂપિયા બે લાખ એકત્રીસ હજાર એકઠા કરી તેમણે કહેલી જગ્યાએ વિધિ કરવા માટે ચોટીલા સાયલા અને લીમડી જેવા ગામોમાં તેમને ફેરવી એક કાચની શીશીમાં ધૂપ આપ્યો હતો. આ ધૂપને કોઈ ઊંડા કૂવામાં દાટી દેવાની સૂચના આપતા ખેડૂત પોતાના ગામ તરફ ઘરે આવી રહ્યો હતો. ત્યારે આ તાંત્રિકોએ તમને ફોન કરીને કહ્યું કે આ ધૂપ ફેલ થયો છે તારે બીજો ઘુપ કરવો પડશે અને તેમા બીજા 30 તોલા સોનાનો હવન કરવો પડશે આ વાતથી પુત્ર પ્રેમના જીવનની મોહમાં ફસાયેલા આ ખેડૂતને શંકા જતા અને પોતે ભયંકર રીતે ફસાયો છે તેઓ અહેસાસ થતાં તેમણે અમરેલી રૂરલ પોલીસમાં જઇ પોતાની આપવીતી સંભળાવી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે અમરેલી પોલીસે બે શખ્સોને દબોચી લીધા. આરોપી બાલગીરી ભાટી અને વિજયગીરી બાંભણિયા ભીખ માંગવાનો ધંધો કરતાં હતા ત્યારે અગાઉ પણ તેઓએ તાંત્રિક વિધિના નામે લોકો પાસે રૂપિયા પડાવ્યા છે કે કેમ એ સહિતની તપાસ પોલીસ કરી રહી છે.