New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/16154137/maxresdefault-183.jpg)
અમરેલી જીલ્લામાં 74માં સ્વતંત્ર પર્વના દિવસે અનોખો દેશપ્રેમ જોવા મળ્યો હતો. જેમાં તિરંગો હાથમાં લઈને ઘોડે સવારી કરતાં દિલધડક સ્ટંટ સાથે યુવકે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
સમગ્ર રાજ્યમાં શનિવારના રોજ 74માં સ્વતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે લીલીયા તાલુકાના એકલેરા ગામના એક યુવકે પણ અનોખો દેશપ્રેમ દર્શાવ્યો હતો. જેમાં 18 વર્ષીય જેનિષ ગોદાણીએ પુરઝડપે દોડતા ઘોડા ઉપર ઉભા રહીને દિલધડક સ્ટંટ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, ત્યારે સાહસિકતા દર્શાવતો યુવકનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જોકે જેનિષ ગોદાણીએ ઘોડે સવારીની યોગ્ય તાલીમ મેળવ્યા બાદ આ પ્રકારનો સ્ટંટ કર્યો હોય જેથી આ વિડિયો જોઈ અન્ય લોકોએ પ્રેરાવવું નહીં.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/06/guj-2025-07-06-22-00-37.jpg)
LIVE