/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/23155016/maxresdefault-107-231.jpg)
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિથી કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ચાલુ માસ દરમ્યાન 2 ઇંચથી વધુ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને મોટું નુકશાન થયું છે. જેમાં થોરખાણ, પાનસડા અને ગરણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટું આવતા મગફળી અને કપાસ જેવા ખરીફ પાકને અતિ નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેતરમાં કાપણી કરેલ મગફળીના પાથરા પલળી ગયા છે. તેમજ ગેરુના નામના રોગથી મગફળી પણ નિષ્ફળ ગઈ છે. સાથે સાથે કપાસના પાકને ફૂલ ભમરી ફાળ ખરી જતા ખૂબ જ નુકશાન થયું છે, ત્યારે હવે જગતના તાતને ફરી રવિ પાકનું આયોજન કરવા આર્થિક મદદ કરવી ખૂબ જ જરૂરી બન્યું છે. જોકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠી છે.